Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ઉમેદવારો માટે કેટલીક ચીજ વસ્તુનો ભાવ ઘટાડતું ચૂંટણીપંચ

ચા કોફીનો ભાવ 12 માંથી ઘટાડીને રૂપિયા 6 કરાયો :નાસ્તાની ડિશના 20ને બદલે 10 થયો

ચૂંટણી પંચે ચૂંટણી લડતા ઉમેદવારો માટે કેટલીક ચીજવસ્તુઓમાં ભાવ ઘટાડો કરી આપ્યો છે. ચા-કોફીના ભાવમાં પચાસ ટકા ઘટાડો કરાયો છે. અગાઉ ચા-કોફીનો ભાવ રૂ. ૧ર નક્કી કરવામાં આવ્યો હતો, જે ઘટાડીને હવે રૂ. ૬ કરાયો છે.


નાસ્તાની ડિશનો ભાવ રૂ. ર૦ પ્રતિ ‌ડિશ હતો, જે ઘટાડીને રૂ. ૧૦ એટલે કે અર્ધો કરાયો છે. સીએનજી રિક્ષાભાડાના ભાવ પણ ઘટાડાયા છે. ચૂંટણી પ્રચારમાં ઠેર ઠેર ફરતી સીએનજી ‌રિક્ષાઓનું ભાડું પ્રતિ ‌રિક્ષા રૂ.૪૭પ એક દિવસ માટે કરાયું છે, જ્યારે બેટરીનું ભાડું પ્રતિદિન રૂ.૭૭ તેમજ બેટરી વિથ સ્પીકરનું ભાડું રોજનું રૂ.૧૩ર નક્કી કરવામાં આવ્યું છે

(10:02 pm IST)