Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

23મીએ મતદાનના દિવસે તમામ આરોગ્ય કેન્દ્રો ખુલ્લા રહેશે

ગ્રામ્ય-શહેરી પેટા આરોગ્યકેન્દ્ર અને સામૂહિક આરોગ્યકેન્દ્ર પર આશા બહેનો પણ ફરજ બજાવશે

અમદાવાદ :અમદાવાદ સહિત રાજ્યભરની લોકસભાની ર૬ બેઠકો માટે ર૩ એપ્રિલે મતદાન યોજાયું છે ત્યારે મતદાનના દિવસે તમામ સરકારી આરોગ્યકેન્દ્ર ખુલ્લાં રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આદેશ કરાયો છે.

લોકસભા ચૂંટણીમાં મતદાનના દિવસે કોઈ મતદાર બીમારીના કારણે મતદાનથી વંચિત ન રહે તે માટે આ આદેશ કરવામાં આવ્યો છે. ઉનાળાની ઋતુમાં આકરી ગરમીના કારણે હીટવેવથી લૂ લાગી શકે છે ત્યારે આવી પ‌િર‌િસ્થ‌િતને પહોંચી વળવા શહેરનાં તમામ મતદાન મથક પર ઓઆરએસનાં પેકેટ, જરૂરી દવા તેમજ પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ગ્રામ્ય-શહેરી પેટા આરોગ્યકેન્દ્ર અને સામૂહિક આરોગ્યકેન્દ્ર પર આશા બહેનો પણ ફરજ બજાવશે

ચૂંટણીમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓને ચાલુ ફરજ દરમિયાન ઇજા થાય કે સ્વાસ્થ્ય બગડે તો તેમને કેશલેસ સારવાર આપવામાં આવશે, જેમાં ખાનગી હોસ્પિટલમાં લીધેલી સારવારનો ખર્ચ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીને ફાળવેલી ચૂંટણીખર્ચની રકમમાંથી આપવામાં આવશે.

(9:58 pm IST)