Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

21મીએ અમદાવાદમાં પાટીદારો શક્તિ પ્રદર્શન :ગાંધીનગર લોકસભા બેઠક મુદ્દે કરશે મંથન

23મીએ મતદાન પૂર્વે અમદાવાદના ઉમિયા કેમ્પસમાં લવ-કુશ પાટીદાર સંમેલનમાં રણનીતિ ઘડાશે

અમદાવાદ :આગામી 21 મી એપ્રિલે અમદાવાદ ખાતે પાટીદારોનું સંમેલન યોજાનાર છે  જેમા ગાંધીનગર લોકસભા બેઠક મુદ્દે પાટીદારો મંથન કરશે. ઘણા લાંબા સમયથી આ વિસ્તારના પાટીદાર મતદારો અમિતભાઈ  શાહથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.ત્યારે આ સંમેલન મહત્વનું બની રહેઃશે તેમજ મનાય છે

   આગામી 23 એપ્રિલના મતદાન પૂર્વે 21 એપ્રિલના રોજ અમદાવાદના ઉમિયા કેમ્પસમાં લવ-કુશ પાટીદાર સંમેલનનો મુખ્ય ઉદ્દેશ લોકસભા ચૂંટણીમાં પાટીદાર મતદારોના મતદાન અંગેની ચોક્કસ રણનીતિ ઘડવામાં આવશે. આ સંમેલનમાં ગાંધીનગર લોકસભામાં રહેતા પાટીદાર મતદારોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. .

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર બેઠકમાં 2.50 લાખથી વધુ પાટીદાર મતદારો છે. જો કે, ઘણા લાંબા સમયથી આ વિસ્તારના પાટીદાર મતદારો ભાજપના દિગ્ગજ નેતા અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહથી નારાજ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે આગામી 21 તારીખના રોજ પાટીદારો રાજ્યના પાટનગર ખાતે શક્તિ પ્રદર્શન કરવાના છે

(9:49 pm IST)
  • મહારાષ્ટ્રની સોલાપુર લોકસભા બેઠક પર પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ મતદાન કર્યું. access_time 11:44 am IST

  • આજે બીજા તબક્કામાં 13 રાજ્યની 97 સીટ પર મતદાન:તમિલનાડુની વેલ્લોર સીટનું મતદાન રદ્દ કરાયું : ત્રિપુરા લોકસભાની ત્રિપુરા પૂર્વ સીટનું 18 એપ્રિલના મતદાનની તારીખ બદલાઈ access_time 1:09 am IST

  • ન્યાય માટે મતદાન કરજો : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજા તબક્કાનાં મતદાન અંગે ટ્વિટ કર્યું :છે. NYAY માટે રાહુલે લખ્યું છે કે, 'મતદારો જ્યારે આજે મતદાન કરવા માટે ઘરમાં બહાર આવે તો ધ્યાન રાખે કે તમે ન્યાય માટે વોટ કરજો access_time 11:45 am IST