Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

સુરતમાં કંપનીનો મેનેજર દલિત યુવતીને લઇ રફુચક્કર

સુરત: બેન્કમાં ભરવા આપેલા રૃ. ૨૯,૬૩૦ લઇ ફરાર થઇ ગયેલો ખાનગી કંપનીનો આસીસ્ટન્ટ મેનેજર તે રાતે જ ૧૭ વર્ષીય દલિત તરૃણીને ભગાડી અજમેર લઇ ગયો હતો. પૂણા પોલીસે બંનેને અજમેર ખાતેથી ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ ખાતે હેડ ઓફિસ ધરાવતી  ચેનલ પેકેજીંગ વર્ડવાઇડ  એલ.એમ.પી. પ્રા.લિ. સુરતની સારોલી સ્થિત  ઓફિસમાં કામ કરતો આસીસ્ટન્ટ મેનેજર સાકીર હારૃન કુરેશી (રહે. ૧૦, પદમાવતી સોસાયટી, લિંબાયત)  ગત શુક્રવારે બેન્કમાં ભરવા આપેલા રૃ. ૨૯,૬૩૦ લઇ ફરાર થઇ ગયો હતો. આ અંગે ગત રવિવારે કંપનીના મેનેજર શ્યામ શુકલાએ પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, સાકીર શુક્રવારે રાત્રે તેના ઘર નજીક રહેતી ૧૭ વર્ષીય દલિત તરૃણીને લગ્નનની લાલચ આપી ભગાવી જતાં આ અંગે તેના વિરૃદ્ધ ગત રવિવારે ફરિયાદ નોંધાઇ હતી. તરૃણીને લઇ અજમેર પહોંચેલા સાકીર અંગે પોલીસને જાણ થતાં પૂણા પોલીસ અજમેર ગઇ હતી અને બંનેને ઝડપી પાડી સુરત લાવ્યા બાદ તરૃણીના અપહરણના ગુનામાં સાકીરની ધરપકડ કરી હતી.
 

(5:27 pm IST)