Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ધનસુરાના કોલવડામાં 42 વર્ષીય ખેડૂતે ફાસો ખાઈ જીવન ટુંકાવતા મોડાસાના ફાઇનાન્સર સહીત ત્રણ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો

ધનસુરા:તાલુકાના કોલવડા ગામે 42 વર્ષિય યુવાન ખેડૂતે પોતાની જીવન મૂડી ગુમાવતાં અને ડીપોઝીટ કરાયેલ લાખ્ખો રૂપિયાની રકમ ફાઈનાન્સર પરત કરતો હોઈ અસહ્ય ત્રાસજનક સ્થિતિમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું.ધનસુરા પોલીસે મૃતકના ખીસ્સામાંથી મળી આવેલ સુસાઈડ નોટના આધારે મોડાસાના ફાઈનાન્સર સહિત 3 વિરૂધ્ધ મરવા માટે મજબુર કરવા બદલ દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સવારે ઘરેથી નીકળેલા પરંતુ બપોર સુધી ઘરે પરત નહી ફરેલા કોલવડા ગામના યુવાન ખેડૂત રાજેન્દ્રભાઈ મગનભાઈ પટેલ ..42 ની લાશ તેમના ખેતરના શેઢા ઉપર ના ઝાડ ઉપર લટકતી હોવાનું શોધમાં નીકળેલા તેમના ભાઈ નરેન્દ્રભાઈ ની નજરે પડતાં તેઓએ ગામમાં અન્ય ને જાણ કરી હતી.અને જોતજોતામાં સમસ્ત ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડયા તયારે કરૂણ ઘટનાને લઈ આક્રંદભર્યા દ્દશ્યો સર્જાયા હતા.જયારે મૃતક ખેડુતના શર્ટ ના ખીસ્સામાંથી મળી આવેલ સુસાઈડ નોટમાં જણાવ્યા મુજબ મોડાસાના ફાઈનાન્સર મેહુલ જોષી રૂ.72 લાખ પરત આપે ત્યાં સુધી  તેઓને અગ્નિ સંસ્કાર નહી કરવા એમ જણાવ્યં હોય મૃતકના ભાઈ   દ્વારા ધનસુરા પોલીસને જાણ કરાઈ હતી.અને પોલીસે ફરીયાદ અને સુસાઈડ નોટ ના આધારે ચકચારી ઘટનામાં આરોપી મેહુલભાઈ જોષી,રમેશભાઈ બારોટ અને હર્ષદભાઈ પીનાકીનભાઈ  વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:24 pm IST)