Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ભાજપના રાજમાં જ ન્યાય નથી મળતો :વડોદરા તાલુકા બક્ષીપંચ મોરચાના ભાજપ મહામંત્રીએ ઈચ્છામૃત્યુની માંગ કરતા ખળભળાટ

ભાજપ કાર્યકર સંજય પંચાલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું :પોતાનું અપહરણ અને પત્ની પર તલવારથી હુમલો થવા છતાં ફરિયાદ નહીં લેવાનો આક્ષેપ

 

વડોદરા :ભાજપના રાજમાં ન્યાય મળતો નથી તેવા આક્ષેપ સાથે વડોદરા તાલુકાના બક્ષીપંચ મોર્ચાના ભાજપના મહામંત્રીએ કલેકટરને આવેદનપત્ર આપી ઈચ્છામૃત્યુની માગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે

    ભાજપ કાર્યકર સંજય પંચાલ વડોદરાના સાંકરદા ગામમાં રહે છે. જ્યાં તેમની છેલ્લા ઘણા સમયથી ભાજપ નેતા દક્ષાબેન ઠક્કર સાથે તકરાર ચાલી રહી છે. જેમાં તેમણે દક્ષાબેન પર ખોટી રીતે ગર્ભપાતની હોસ્પિટલ ચલાવતા હોવાનો આરોપ લગાવી જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ સંજય પંચાલે તેનું અપહરણ થયું હોવાની ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે કોઈ કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ કર્યો. તો સંજય પંચાલે પોતાની પત્ની પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હોવા છતાં પોલીસ ફરિયાદ  લેવાનો પણ આક્ષેપ કર્યો હતો.

   બાબતોને લઇ તેને અત્યારસુધી 7 વખત કલેકટરને આવેદનપત્ર આપી રાજ્ય સરકારને રજૂઆત કરી છે તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થતાં તેને આજે સાંસદ રંજનબેન ભટ્ટના નિઝામપુરા કાર્યલય બહાર દેખાવો કર્યા હતા, અને સરકારી તંત્ર તેમને ન્યાય આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

(11:46 pm IST)
  • જામનગરમાં ગેસ ગળતરથી બે શ્રમિકોને ઝેરી અસરઃ સારવારમાં દિગ્વિજય પ્લોટ ૪૯માં આવેલી ન્યુ આશા નામની બ્રાસ ભઠ્ઠીમાં લાંબા સમયથી કામ કરતા હતા રોનક અને રાધે ક્રિષ્ન નામના શ્રમિકો : બંનેને જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા access_time 5:50 pm IST

  • હાર્દિક પટેલે ગણપતિપુરાના ગણપતિ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા: પાસના કન્વીનર અને કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલે ગણપતપુરામાં ગણપતિદાદાના દર્શન કર્યા હતા access_time 7:09 pm IST

  • ભ્રમ ના ફેલાવે કોંગ્રેસ :બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર :માયાવતીએ કહ્યું સાત સીટો છોડવાનો કોંગ્રેસ ભ્રમ ના ફેલાવે :કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી access_time 12:56 am IST