Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સુરતમાં મૂંગા હોવાનું કહીને ભીખ માંગવા આવેલ યુવાન 40 લાખના હીરાનું પડીકું લઈને ભાગી ગયો

મહિધરપુરા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

 

સુરતના મહિધરપુરામાં ડાયમંડની ઓફિસમાં મુંગા હોવાનું કહીને ભીખ માંગવા આવેલો યુવાન 40 લખની કિંમતના હીરાનું પડીકું લઈને ફરાર થતા સનસનાટી મચી જવા પામી છે

  અંગે મળતી વિગત મુજબ મહિધરપુરા જડાખાડી વિસ્તારમા આવેલી એક ડાયમંડ ઓફિસમાં મુંગા હોવાનું કહી ભીખ માંગવા આવેલો યુવાન નજર ચુકવી  40 લાખથી વધુના હીરાનુ પડીકુ લઇ ભાગી છુટયો હતો. બનાવની જાણ થતામહિધરપુરા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

  મહિધરપુરા જડાખાડી વિસ્તારમા ડાયંમડ વિલેજ નામથી હીરાની ઓફિસ આવેલી છે ત્યાં બપોરના સમયે ઓફિસમા માલિક પિન્કેશ શાહ તથા અન્ય તેમનો મિત્ર હાજર હતો. દરમિયાન એક અજાણ્યો યુવાન તેમની ઓફિસમા આવ્યો હતો. જેને પોતે મુંગો હોવાનુ કહી પિન્કેશભાઇ પાસેથી ભીખ માંગી હતી. જેથી પીન્કેશભાઇએ તેને કેશ કાઉન્ટરમાથી રોકડ લઇને યુવાનને આપી હતી.

  બાદમાં યુવાને તેમને પોતાનુ નામ કાગળમા લખવા જણાવ્યુ હતુ. દરમિયાન યુવાને પિન્કેશ અને તેના મિત્રની નજર ચુકવીને ટેબલ પર મુકેલા રૂપિયા 40 લાખના હીરાની ચોરી કરી ભાગી છુટયો હતો. બાદમાં ચોરી થયા અંગેની જાણ થઇ હતી

(11:44 pm IST)