Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

હાર્દિકએ ટ્વિટર પ્રોફાઇલમાં લખ્યું ‘બેરોજગાર હાર્દિક પટેલ’

ચૂંટણીમાં બેરોજગારીનો મુદ્દો ચગાવાય તેવી શકયતા :પ્રિયંકા ગાંધીએ પણ બેરોજગારીની વાત ઉઠાવી

 

અમદાવાદ: પાસના કન્વીનર અને હાલમાં કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલે પોતાના ટ્વીટર પ્રોફાઈલમાં બેરોજગાર હાર્દિક પટેલ લખ્યું છે  વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર  'ચોકીદાર નરેન્દ્ર મોદી'  લખતા તેમની પાછળ ભાજપના તમામ નેતાઓએ કેમ્પેન શરૂ કર્યું હતું. અને ભાજપના તમામ નેતાઓએ ટ્વિટર પ્રોફાઇલ પર ચોકીદાર લખીને એક ટ્રેન્ડ ઉભો કર્યો હતો. ત્યારે હવે હાર્દિક પટેલે ટ્વીટર પોતાનું નામ બદલી નાખ્યું અને થોડા સમયમાં નામ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. હાર્દિકે ટ્વીટર પર પોતાનું નામ બદલી અને ' બેરોજગાર હાર્દિક પટેલ' કરી નાંખ્યું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ સામે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બેરોજગારીને ચૂંટણીનો મુદ્દો બનાવી લેવાનું મન બનાવ્યું છે. આજે ઉત્તર પ્રદેશની બોટ યાત્રાએ નીકળેલા મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ઉત્તર પ્રદેશમાં બરોજગારીની વાત કરી હતી. ત્યારે હાર્દિકે પણ તેના ટ્વિટર પ્રોફાઇલ પર બેરોજગાર હાર્દિક પટેલ કરતા ભાજપના વેતાઓ સામે ટ્વિટર વોર શરૂ કરી હતી.

(11:42 pm IST)