Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મોબાઈલ પર વાત કરવાના મુદ્દે સુરતી દંપતી વચ્ચે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: દંપતીએ કર્યો આપઘાતનો પ્રયાસ

સુરત:મોબાઈલ ઉપર વાત કરવાના મુદ્દે દંપતી વચ્ચે ઝગડો થયો. જેમાં એક પછી એક બંને જણાએ ફિનાઈલ ગટગટાવી જતા તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સ્મીમેર હોસ્પિટલથી મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં રહેતા 27 વર્ષીય જયંતિભાઈ ભુવન લાડુમોર અને તેમના પત્ની જાગૃતિબેન લાડુમોર (ઉ.વ.25)એ ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરમાં બંને વચ્ચે બોલાચાલી અને ઝગડો થયો હતો. બાદમાં બંને જણાએ વારાફરતી ફિનાઈલ પી લીધું હતું. ઘટનાને પગલે સોસાટીમાં ચકચાર મચી ગઈ હતી. તેમજ બંનેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

 

(5:32 pm IST)