Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

બોરસદના વાસણામાં ગાઢ મિત્રએ 27.50 લાખની છેતરપિંડી આચરતા યુવાને ઝેરી દવા ગટગટાવી

બોરસદ: તાલુકાના વાસણા ગામમાં રહેતા અને સોનીકામ કરતા એક યુવાનને તેના ગાઢ મિત્રએ જ ૨૭.૫૦ લાખ રૂપિયાનો ચુનો ચોપડીને તેના વિશ્વાસે એક લેણદારને આપેલો ચેક બાઉન્સ થતાં તેણે બોરસદની કોર્ટમાં ૧૩૮નો કેસ દાખલ કરતાં લાગી આવવાથી ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં આ અંગે બોરસદ શહેર પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ઘ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ તાલુકાના વાસણા ખાતે રહેતા અને સોનીકામ કરીને જીવન ગુજરાન ચલાવતા ચિંતનકુમાર હર્ષદભાઈ સોનીના માતા-પિતા અમેરિકા ખાતે રહે છે. ત્રણેક વર્ષ પહેલાં બોરસદ તાલુકાના ઝારોલા ગામે રહેતા પ્રતિકભાઈ રાજેશભાઈ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. અને રોકડા રૂપિયા આપવાનો વ્યવહાર બંધાયો હતો. દરમ્યાન ચિંતનકુમારે તારીખ ૩-૯-૧૮ થી તારીખ ૨૨-૨-૧૯ સુધીમાં પ્રતિકને મોબાઈલ ફોન તેમજ સ્ક્રેપના ધંધાર્થે ૨૫.૧૬ લાખ રૂપિયા રોકડા ઉછીના આપ્યા હતા. 

(5:30 pm IST)