Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

દહેગામમાં પૈસાની લેતીદેતી મામલે બે પક્ષો સામસામે આવ્યા: યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ

દહેગામ:જિલ્લાના દહેગામમાં ગઈકાલે રાત્રે પૈસાની લેતી-દેતીમાં એક યુવાનને માર મારવામાં આવ્યો હતો જેના પગલે આજે બન્ને પક્ષો વચ્ચે સમાધાનરૃપે દહેગામ નહેરૃ ચાર રસ્તા પાસે બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં બન્ને પક્ષો સામસામે આવી ગયા હતા. રબારી અને ઠાકોર કોમના ટોળા વચ્ચે ધોકાઓ ઉછળ્યા હતા અને થોડીવારમાં વિસ્તાર સમરાંગણમાં ફેરવાઈ ગયો હતો.

આ મારામારીની ઘટનાને પગલે ફરજ ઉપર હાજર બે હોમગાર્ડના જવાનો પણ ઘટનાને શાંત પાડવા માટે પહોંચ્યા હતા જેમની ઉપર પણ આ ટોળાએ હુમલો કરી દીધો હતો અને ઘાયલ કર્યા હતા. ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ઘાયલ હોમગાર્ડના જવાનોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.

 

(5:27 pm IST)