Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

વાપીના દમણમાં અગાઉ કારની હડફેટે યુવાનની હત્યા કરનાર આરોપીને અદાલતે આજીવન કેદની સજાની સુનવણી કરી

વાપી:દમણમાં ૨૦૧૬માં યુવાનની હત્યા કેસમાં દમણ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને રૂ.૩ હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. આરોપીએ જુની અદાવતમાં માર માર્યા બાદ યુવાન પર ત્રણથી ચાર વખત કાર ચઢાવી ઢીમ ઢાળી દીધુ હતુ. જયારે આરોપીને મારવાના કેસમાં સામા પક્ષના છ શખ્સોને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ ફાઇલ કરી હતી. દમણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ હરીઓમ ઉપાધ્યાયે કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી જજ એમ આર.દેશપાંડેએ આરોપીને આજીવન કેદની સજા અને ત્રણ હજારનો દંડ ફટકારતો ચુકાદો અપ્યો છે.

(5:26 pm IST)