Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સુરતના વેસુમાં બિસ્કિટના પેકેટમાં અન્ય વસ્તુ ભરી મોલમાંથી 12.50 લાખની ખરીદી કરી ચૂનો ચોપડનાર વિરુદ્ધ ફરિયાદ

સુરત:વેસુ ખાતે  આવેલ રિલાયન્સ મોલમાં ખરીદી કરવા આવતા ગ્રાહકે બિસ્કીટના મોટા પેકેટમાં અન્ય વસ્તુઓ પેક કરીને બિસ્કીટના બિલો ભરીને છેલ્લા છ મહિનામાં મોલમાંથી રૂ.૧૨.૫૦ લાખની ખરીદી કરીને ચૂનો ચોપડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વેસુ ખાતે આવેલા રિલાયન્સ મોલમાં છેલ્લા છ મહિનાથી હિતેન્દ્વ શુકલા ઉર્ફે સોનુ ખરીદી કરવા આવતો હતો. આ ગ્રાહક મોલમાં કામ કરનારાઓની જાણ બહાર બિસ્કીટનો પેકેટો ખરીદીને તેમાંથી બિસ્કીટો દૂર કરીને અંદર ધી કે પછી અન્ય મોંધીદાટ વસ્તુઓ જે પેકેટમાં આવી જાય અને ખબર નહીં પડે તેવી વસ્તુઓ પેક કરીને કાઉન્ટર પર બિસ્કીટનું પેમેન્ટ કરીને ચાલ્યો જતો હતો. છેલ્લા છ મહિનામાં આ રીતે ગ્રાહકે રૂ.૧૨.૫૦ લાખની વસ્તુઓની ચોરી કરી હતી. મોલમાંથી વેચાણ થયેલી વસ્તુઓનો હિસાબ કરતી વખતે આ ગોટાળો પકડાતા મોલના કર્મચારી અમિતેષ તિવારીએ ઉમરા પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

(5:26 pm IST)