Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ડીસાના ભીલડીમાં દુષ્કાળમાં ખેડૂતોને ઘાસ નહીં આપતા હાલત કફોડી

ભીલડી:અપુરતા વરસાદને લીધે ગુજરાતમાંથી જે તાલુકાઓ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવેલ હતા તેવા તાલુકાઓમાં પશુપાલકોને રાહત આપવા માટે ઘાસ વિતરણની જાહેરાત અમુક ગામો માટે લોલીપોપ સાબિત થયેલ છે. ફેબુ્રઆરીના પ્રથમ અઠવાડિયામાં જ બનાસકાંઠા જિલ્લામાં ઘાસની અછત સર્જાઈ છે અને તેમાંય ડીસા તાલુકાના કેટલાક ગામોમાં એકપણ ઘાસની ઘાંસડી ન પહોંચતા દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલ તાલુકાના અભણ ખેડૂતોને લોલીપોપ આપી છેતરામણી જાહેરાત કરીએ તો કોઈ ખોટું નથી.

ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામના ખેડૂતોએ પોતાને પશુઓને પડતી અગવડો દૂર કરવા માટે ૩૭૦ ઉપરાંત ફોર્મ ભરી રેવન્યુ તલાટીને આપેલા હોવાછતાં આજ દિવસ સુધી મોટી ઘરનાળ તેમજ અન્ય કેટલાય એવા ગામો હશે કે જ્યાં ખેડૂતોને ઘાસ કાર્ડ ઈસ્યુ કરાયા જ નથી. ગામના પશુપાલકોએ તાલુકા મથકે આ ફોર્મ પહોંચતા કરાયા હોવાછતાં આજદિન સુધી એકપણ ઘાસકાર્ડ મળેલ નથી. આ બાબતે ટીડીઓનો સંપર્ક કરવા પ્રયત્ન કરવા છતાં કોઈ કારણસર તેમનો સંપર્ક થઈ શકેલ નથી.

 

(5:24 pm IST)