Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

કાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં રાજકોટ, કચ્છ, પોરબંદર, જુનાગઢ બેઠકની સુનાવણી

આજે સાંજ સુધીમાં રર બેઠકોની સમીક્ષા પૂરી

રાજકોટ, તા. ૧૮ :. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં ગઈકાલથી પ્રભારી ઓમ માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળી રહી છે. ગઈકાલે અને આજે બે દિવસમાં ૨૨ જેટલી બેઠકોની સુનાવણી પુરી થશે. આવતીકાલે મંગળવારે સવારથી રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને પોરબંદર લોકસભા બેઠકની સમીક્ષા થશે. કાલે બપોર સુધીમાં આ પ્રક્રિયા પુરી થશે.

પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ જે તે લોકસભા ક્ષેત્રના નિરીક્ષકો, પ્રભારી, જે તે શહેર-જિલ્લા પ્રમુખ, મહામંત્રીઓ વગેરેને બોલાવવામાં આવે છે. સેન્સ વખતે આવેલા નામોની ચર્ચા કરી સ્થાનિક રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ થાય છે. મતક્ષેત્રના પ્રતિનિધિ મંડળ સાથે સમીક્ષા પુરી થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો નવેસરથી મળશે. જગેમાં એક એક નામ અથવા એકથી વધુ નામોની પેનલ તૈયાર કરી કેન્દ્રીય નેતાગીરીને મોકલવામાં આવશે. ગુજરાતમાં તા. ૨૮ માર્ચથી ૪ એપ્રિલ સુધીનો ફોર્મ ભરવાનો સમય છે. ૨૬ લોકસભા બેઠકોના ઉમેદવારો તા. ૧ એપ્રિલ આસપાસ જાહેર થશે.

(3:57 pm IST)