Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ગુજરાતમાં સ્પ્રીંગની જેમ દબાયેલો આંતરિક અસંતોષ ભાજપ માટે માથાના દુઃખાવારૂપઃ સ્થાનિક અને આશાસ્પદ નવા ચહેરા પસંદ થાય તેવી કાર્યકરોની લાગણી

 ગાંધીનગર તા ૧૮ :  દેશમાં લોકસભાની ચુંટણી જાહેર થતાની સાથેજ તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગીમાં લાગી ગયા છે. જયારે મુખ્ય રાજકીય મોટા પક્ષો અને તેના સંગઠન દ્વારા ત્રણથી ચાર સભ્યોના નામોની પેનલ બનાવવાની કવાયત કરી રહ્યા  છે.

ભારતના વડા પ્રધાન માટે આ વખતની ચુંટણી પ્રતિષ્ઠાભરી ગણવામાં આવી રહી છે. આ વખતે ે ભાજપે પોતાની પાસે બહુમતી હોવા  છતાં કોંગ્રેસમાંથી  સભ્યો લાવી પ્રધાનપદ   બોર્ડ-નિગમ ચેરમેન વગેરે હોદાઓ આપતા ભાજપના સિનીયર કાર્યકરોમાં એક ચોકસ નારાજગી ઉભી થવા પામી છે. આ નારાજગી આવનાર દિવસોમાં  કેવી રાજકીય ભુમિકા ભજવશે તે તો સમય જ બતાવશે.

ભાજપ અને કોંગ્રેસ આ વખતની ચુંટણીમાં નવા ચહેરાઓ મુકવાની દિશામાં આગળ વધી રહયા છે.

આ વખતની લોકસભાની ચુંટણીમાં ભાજપને અંદરો અંદરની  નારાજગીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું હોય તેમ દેખાઇ રહયું છે.

ગુજરાતની વાત કરીએ તો મોટા ભાગની બેઠકો  ઉપર ભાજપના  સિનિયર કાર્યકરોમાં લોકલ ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેવો અવાજ ઉઠવા લાગ્યો છે. આ અવાજ કયાં સુધી અને કેવી અસરકારકતા ઉભી કરી શકે તે જોવાનું રહયું છે.

ગુજરાત ભાજપમાં ત્રણ ચાર ટર્મથી ચુંટાઇ આવતા સભ્યોની જગ્યાએ નવા ચહેરાઓ મુકવા જોઇએ તેવી વાત ભાજપના અંતરંગ વર્તુળોમાં  ચર્ચાઇ રહી છે. આમ કેટલીક જગ્યાએ ત્યાં જો આમ કરવામાં નહીં આવે તો પક્ષને નુકશાન ભોગવવાની તૈયારી રાખવી પડશે. રાજયના પાટનગર ગાંધીનગરમાં આ વખતે એેલ. કે. અડવાણી સામે રોષ જાગી રહયો છે.

(3:57 pm IST)
  • ભરૂચમાં ઉઠયો ચૂંટણીનો બહિષ્કારનો સુરઃ પડતર પ્રશ્નો ન ઉકેલતા સ્થાનીકોમાં રોષઃ ''જુતાનો હાર પહેરાવી કરશુ સ્વાગત'' મત માગવા આવનાર નેતાઓને ચીમકી access_time 4:15 pm IST

  • હાર્દિક પટેલે ગણપતિપુરાના ગણપતિ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા: પાસના કન્વીનર અને કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલે ગણપતપુરામાં ગણપતિદાદાના દર્શન કર્યા હતા access_time 7:09 pm IST

  • ઓડિસાના વેદાંત પ્લાન્ટમાં નોકરીની માંગ સાથે હિંસક પ્રદર્શન : કાલાહાંડી વેદાંત પ્લાન્ટમાં નોકરીની માંગ ઉગ્ર બની :એક સુરક્ષાકર્મી સહીત બે લોકોના મોત :સુરક્ષાકર્મી અને પ્રદર્શકારીઓ વચ્ચે ઘર્ષણ :30થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST