Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ઇવીએમ મશીનથી મતદાન થશે ત્યાં સુધી ભાજપને વાંધો નથી આવવાનો, ભાજપ જ રહેશે : સંઘાર

રાજકોટ, તા. ૧૮ : ઇ.વી.એમ. મશીનથી મતદાન થશે ત્યાં સુધી ભાજપને વાંધો જનથી આવવાનો તેમ મુસ્લિમ અગ્રણી સુલેમાન સંઘાર કહીએક નિવેદનમાં જણાવ્યું છે કે કોઇપણ મશીન માણસોના હાથે બને તેમાં માણસ કોઇ ફેરફાર કરી શકે જેમકે ગામડા ગામમાં ઘર હોય અને તેની વાડી સીમમાં દૂર હોય તો અત્યારની ટેકનોલોજી પ્રમાણે પોતાની વાડીના કુવામાં પાણી સિંચવાની મોટરને તે માણસ ઘર બેઠા રીમોટ કન્ટ્રોલથી ચાલુ કરી શકે છે અને બંધ પણ કરી શકે છે તે પ્રમાણે રાજકોટનો દાખલો અમારી પાસે સો પુરાવાઓ મોજુદ છે કે કોર્પોરેશનમાં ઇન્દ્રનીલ રાજયગુરુને પોતે હાર્યા એટલા મતેથી વિજય થવાનો હતો. તેના બદલે વિજયભાઇ ઉભા હતાં તે હારી જાય તો સમગ્ર ગુજરાત સરકાર હારી ગયું ગણાય માટે મોદી લહેર નામે મતોની હેરાફેરી કરી નાખવામાં આવી હોય એવું અમારૂ માનવું છે. ઉપરાંત સત્તા ભાજપની અને રીઝલ્ટ જાહેર કરનાર માણસો ભાજપના હોવાથી આ બન્યું છે તેમ અમે માનીએ છીએ. કારણ કે અમારા નજર સામે અમારી હાજરીમાં ઘણા બધા બુથોમાં ઇન્દ્રનીલને જ મતો આપેલા. હજારો માણસોને અમે ઓળખીએ છીએ.

દુનિયા જાણે છે અને જાહેર વાત છે અને ચૂંટણીમાં ઇ.વી.એમ. મશીનમાં ગોટા થયા છે. અમારી જાણ પ્રમાણે એક માણસ અપક્ષ તરીકે મ્યુનિસિપાલીટીમાં ઉભા હતા અને તેના કટુંબમાં ૬૦ મત હતા અને તેનું મિત્ર વર્તુળ પણ ઘણુ મોટુ હતું છતા તેના નામે તેઓ મત આપ્યો તે પણ ન નિકળ્યો અને મત નિકળા ઇ.વી.એમ. બાબત દુનિયાના કોઇ દેશોમાં મતદાન અત્યારે થતું નથી અને ઘણા રાજકીય પક્ષોએ ઇ.વી.એમ.ને બદલે બેલેટ પત્રથી મતદાનની માણ્ગણી કરી છે અને મોદીજી સતામાં જોડે ઇ.વી.એમ. રદ કરવાના નથી એટલે જ એમ કહીએ છીએ કે ઇ.વી.એમ. મશીન છે ત્યાં સુધીભ ાજપ રહેશે રહેશે અને રહેશે. મતગણત્રીમાં મતદારની સ્વીચો છપાય છે તેની ગણતરી કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી સાબીત થાય તેમ નિવેદનના અંતમાં જણાવેલ છે.

(3:56 pm IST)