Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

બનાસકાંઠામાં ટીકીટ માટે ભાજપના બે ચૌધરી ગ્રુપ વચ્ચે ખેંચતાણ

એક તરફ હરિભાઇ ચૌધરી, બીજી તરફ શંકર ચૌધરી

રાજકોટ તા. ૧૮ :.. બનાસકાંઠા સંસદની ટીકીટ મેળવવા માટે ભાજપના જ બે ચૌધરી જુથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. એક તરફ વર્તમાન કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીનું જૂથ છે. બીજી તરફ રાજયના પૂર્વ મંત્રી શંકર ચૌધરીનું જૂથ સક્રિય છે. કેશાજી ઠાકોર પણ મેદાને હોવાનું કહેવાય છે. ભાજપ જો શંકર ચૌધરીને ટીકીટ આપે તો કોંગ્રેસ તેની સામે વાવના ધારાસભ્ય ગેનીબેનને મેદાને ઉતારે તેવી શકયતા છે.

 

(3:48 pm IST)