Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ અને રજીસ્‍ટ્રારની મંજુરીથી યુનિ.ના શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓને પ્રાઇવેટ -પબ્‍લીક સેકટર કંપનીમાં જોડાવા માટે અેનઓસી અપાઇ : આરટીઆઇમાં માહિતી અપાતા પર્દાફાશ

અમદાવાદ: સરકારની ગ્રાન્ટ લેતી સરકારી યુનિવર્સિટીના પ્રોફેસર કે કર્મચારી કે અધિકારી સહિત શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારી નિયમ મુજબ બીજી પણ ખાનગી કંપની કે સંસ્થામાં કામ કરી શકે કે પછી જોડાઈ શકે અને હોદ્દો સંભાળી શકે છતાં ગુજરાત યુનિ.માં આરટીઆઈમાં અપાયેલી માહિતી દ્વારા નિયમ નેવે મુકાયો હોવાનું બહાર આવ્યુ છે.યુનિ.ના કુલપતિ અને રજિસ્ટ્રારની મંજૂરીથી યુનિ.ના શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓને પ્રાઈવેટ-પબ્લિક સેકટર કંપનીમાં જોડવા માટે એનઓસી આપવામા આવી છે.

ગુજરાત યુનિ.માં કર્મચારીઓની માહિતીને લઈને કરાયેલી આરટીઆઈમાં યુનિ. આપેલા જવાબમા જણાવાયુ છે કે જાન્યુઆરી ૨૦૧૭થી ૩૦ જુન ૨૦૧૮ દરમિયાન ગુજરાત યુનિ.ના કર્મચારી કે કર્મચારીઓ (શૈક્ષણિક કે બિન શૈક્ષણિક)ને પ્રાઈવેટ અથવા પબ્લિક કે પછી અન્ય કોઈ કંપનીમાં જોડાવા માટે એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ દ્વારા  કુલપતિ કે કુલસચિવની મંજૂરીથી એનઓસી આપવામા આવી છે. જો કે કયા કર્મચારીઓના ખાસ કિસ્સામા આવી એનઓસી આપવામા આવી છે તે કર્મચારીઓનું લિસ્ટ અને કંઈ કંપનીમાં કર્મચારી કયો હોદ્દો સંભાળે છે તેની વિગતો  યુનિ.દ્વારા આરટીઆઈમા આપવામા આવી નથી.પરંતુ મળતી માહિતી મુજબ અને યુનિ.માં ચાલતી ચર્ચા મુજબ યુનિ.ના એક ડિપાર્ટમેન્ટમા એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરતા મહિલા કર્મચારીઓને એક ખાનગી કંપનીમાં ઊંચા પદ પર કામ કરવા માટે મંજૂરી અપાઈ છે અને મહિલા પ્રોફેસર યુનિ.માં પ્રોફેસરનો પગાર લેવા ઉપરાંત કંપનીમાં પણ કામ કરીને પગાર મેળવે છે અને જે ખરેખર ગેરકાયદે છે.

મહિલા પ્રોફેસર એક રાજકીય નેતાની ખૂબ નજીક ગણાય છે અને   રાજકીય નેતાના કહેવાથી તેમની કંપનીમાં કામ કરવા માટે અને ઊચો હોદ્દા પર  જોડાવા માટે મંજૂરી અપાઈ છે.જો કે યુનિ.માં હાલ તમામ લોકો જાણે છે કે રાજકીય નેતા કોણ છે અને મહિલા પ્રોફેસર કોણ છે.નિયમ મુજબ સરકારની ગ્રાન્ટમાંથી પગાલ લેતા યુનિ.ના કોઈ પણ કર્મચારી અન્ય કપનીમાં કામ કરી શકે અને હોદ્દો સંભાળી શકે અને જે યુનિ.ના સર્વિસ રૃલ્સમા પણ છે.

(3:05 pm IST)