Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

જો હું ભાજપમાં જોડાઉ તો મારે સમાજના કાર્યક્રમમાં જવા માટે પણ અમિતભાઈ શાહની મંજૂરી લેવી પડે: હાર્દિક પટેલ

લડાઈમાં 14 જેટલા પાટીદાર યુવાનો શહીદ થયા: હું 9 મહિના જેલમાં રહ્યો, મારી સામે રાજદ્રોહનો કેસ કરાયો :જો હું ભાજપમાં જોડાઉ તો સમાજ મને ગદ્દાર કહે.

અમદાવાદ ;પાસના સ્નેહ મિલન કાર્યક્રમમાં અલ્પેશ કથિરીયા અને હાર્દિક પટેલના સમર્થકો વચ્ચે થયેલા હોબાળો બાદ હાર્દિક પટેલે આ કાર્યક્રમાં પોતાનું ભાષણ આપ્યું. હાર્દિક પટેલે કહ્યું કે, હું હાલ કોંગ્રેસના ક્રયક્ર તરીકે નહી પરંતુ એક પાસના કાર્યકર તરીકે જ આ કાર્યક્રમમાં આવ્યો છું. મે કોંગ્રેસમાં જવાનો નિર્ણય કેમ લીધો તે જણાવવા અને અલ્પેશને જેલમાંથી મુક્ત કરાવવાની વાત ચીત કરવા આવ્યો હતો.

હાર્દિક પટેલે આ કાર્યમમાં કહ્યું કે, હું 12 માર્ચે 1 લાખ લોકોની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયો, હાર્દિકે એ પણ કબુલ્યું કે, મે અનામતની માંગણી જ્યાં સુધી પુરી ન થાય ત્યાં સુધી પોલીટિક્સમાં નહી જોડાઉ. પરંતુ આજે હું જણાવવા માટે જ આવ્યો છું કે મે કોંગ્રેસ કેમ જોઈન્ટ કર્યું.

હાર્દિકે કોંગ્રેસમાં કેમ જોડાયો તે મુદ્દે જણાવ્યું કે, હાલ પાટીદાર આંદોલનને સાડા ત્રણ વર્ષ થઈ ગયા, આ લડાઈમાં 14 જેટલા પાટીદાર યુવાનો શહીદ થયા છે. હું 9 મહિના જેલમાં રહ્યો, મારી સામે રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો. જો હું ભાજપમાં જોડાઉ તો સમાજ મને ગદ્દાર કહે. તેણે કહ્યું કે, જો હું કોંગ્રેસ સાથે જોડાઉ તો લોકો મને કોંગ્રેસનો એજન્ટ કહેશે. પરંતુ કોંગ્રેસમાં રહું તો આ રીતે મારા સમાજના કાર્યક્રમમાં આવી શકું, અને સમાજની વાત કરી શકુ. જો હું ભાજપમાં જોડાઉ તો મારે સમાજના કાર્યક્રમમાં જવા માટે માટે પણ અમિત શાહની મંજૂરી લેવી પડે, અને પુછવું પડે કે હું જાઊં, જે મને પસંદ ન હતું. જેથી હું કોંગ્રેસ સાથે જોડાયો

(2:00 pm IST)