Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ બોર્ડની બેઠક યોજાતા આચાર સંહિતા ભંગની ફરિયાદ

ભાજપ દ્વારા સરકારી મિલકતનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની રાવ

અમદાવાદ ;ગાંધીનગરમાં સીએમ નિવાસે ભાજપ પાર્લામેન્ટ બોર્ડની બેઠક મળતા ચૂંટણી પંચમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવાઇ છે

  ગાંધીનગર ખાતે સીએમ વિજય રૂપાણીના નિવાસ સ્થાને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ પાર્લામેન્ટકી બોર્ડની બેઠક યોજાતા કેયુર શાહ નામના વ્યક્તિએ ચૂંટણી પંચમાં ફરિયાદ આપી છે. આ માટે વ્યક્તિએ ચૂંટણી પંચમાં આચાર સંહિત ભંગની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામં આવ્યો છે કે ભાજપ દ્વારા સરકારી મિલકતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આચાર સંહિતાનો ભંગ છે.

   ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકીય હેતુ માટે સરકારી મિલકતનો ઉપયોગ કરી રહ્યા છે, જે આચાર સંહિતાનો ભંગ છે. રાજ ભવન ખાતે આવેલા સીએમ વિજય રૂપાણીના અધિકૃત નિવાસ સ્થાનનો ઉપયોગ ભાજપના ટોંચના નેતાઓ દ્વારા ચૂંટણી માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક માટે કરવામાં આવી રહ્યો છે

(1:53 pm IST)