Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અમદાવાદ-ઉદયપુર ટ્રેન હમણાં શરૂ નહીં થાય : ચૂંટણી આચારસંહિતાનું ગ્રહણ લાગ્યું

છેલ્લા બે વર્ષથી અમદાવાદ - ઉદયપુર વચ્ચે ગેજ રૂપાંતરનું કામ ચાલુ : ટ્રેન વ્યવહાર સદંતર બંધ

અમદાવાદ - ઉદયપુર વચ્ચે ગેજ રૂપાંતરનું કામ ચાલી રહ્યુ હોવાને કારણે અંદાજે બે વર્ષથી અમદાવાદ - ઉદયપુર વચ્ચે ટ્રેન વ્યવહાર બંધ હોવાને કારણે સાબરકાંઠા જિલ્લાની પ્રજાને અમદાવાદ અને રાજસ્થાન તરફ જવા માટે રોડ પર દોડતા અન્ય વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે જાકે થોડા મહીના અગાઉ સાબરકાંઠા સાંસદે અમદાવાદ - ઉદયપુર ટ્રેન માર્ચના અંત સુધીમાં શરૂ થઈ જશે તેવો દાવો કર્યો હતો. પરંતુ લોકસભાની ચુંટણી જાહેર થતાં વિકાસકામો અને લોકાર્પણના કામો પણ આચારસહિંતા લાગી ગઈ છે જેથી અમદાવાદ ઉદયપુર વચ્ચે દોડનારી ટ્રેનો મે મહીના પછી ચાલુ થાય તેવી સ્થતિ હાલના તબક્કે દેખાઈ રહી છે.

    આ અંગે રેલ્વે તંત્રના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા બે વર્ષથી અમદાવાદ - ઉદયપુર વચ્ચે ગેજ રૂપાંતરનું કામ ચાલી રહ્યુ છે ત્યારે ટ્રેન વ્યવહાર સદંતર બંધ રખાયો છે જાકે ટ્રેન વ્યવહાર બંધ થયા બાદ અનેક નવા રેલ્વે સ્ટેશનો, નાના ગરનાળા તથા ખુલ્લા ફાટકો બંધ કરવાની કામગીરી ધમધોકાર ચાલી રહી છે જેના ભાગરૂપે હિંમતનગરમાં બે ખુલ્લા રેલ્વે ફાટક બંધ કરવાનો નિર્ણય લેવાઈ ચુક્યો છે

(1:21 pm IST)