Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સુરતના સરથાણાની 16 વર્ષની સગીરાને કૈફીપીણું પીવડાવી અવારનવાર દુષ્કર્મ :આરોપીની ધરપકડ

ફરવાના બહાને ડુમસ સહિતના સ્થળોએ લઇ જઈ બદકામ કર્યું :પીડિતાની બહેનપણી પણ બળાત્કારનો શિકાર બની

સુરત :સુરતના દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહયો છે નાની બાળકીઓ હવસખોરીનો શિકાર બનતી રહે છે ત્યારે સુરતના સરથાણાની 16 વર્ષની સગીરાને નશાયુકત પીણું પીવડાવીને અવારનવાર દુષ્કર્મ થયાનો મામલે પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે આઇપો વિશાલ બેલડિયાની ધરપકડ કરી છે

   આ અંગેની વિગત મુજબ સાર્થનામાં રહેતી અને ધોરણ-11માં અભયસ કરતી 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી વરાછા મિનીબજારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ દુલાભાઇ બેલડિયાએ છેલ્લા દસેક માસથી સગીરાને ડુમસ સહિતના સ્થળોએ ફરવાના બહાને લઇ જઈને કૈફી પીણું પીવડાવી દુષ્કર્મ ગુજાર્યું હરું અને પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા પીડિતાના પિતાએ સરથાણા પોલીસને ફરિયાદ કરતા પોલીસે બળાત્કાર,પોસ્કો એક્ટ અને અપહરણનો ગુન્હો નોંધી આરોપી વિશાલની ધરપકડ કરી છે

  દરમિયાન ભોગ બનનારી પીડિતાની બહેનપણી પણ બળાત્કારનો ભોગ બન્યાનું બહાર આવ્યું છે પુણામાં શિવદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા ચિંતન ભડિયાદરા નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા અંગે પોલીસે ગુન્હો નોંધ્યો છે

(12:14 pm IST)