Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મોડીરાત્રે ખેડાના કઠલાલ નજીક લકઝરી બસ પલ્ટી ખાઈ જતા 25થી વધુ મુસાફરોને ઇજા

કઠલાલના ભાનેર કલોલી નજીક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અમદાવાદ પાસિંગની બસ પલટી :મુસાફરોના જીવ પડીકે બંધાયા

અમદાવાદ :રવિવારે મોડીરાત્રે ખેડાના કઠલાલ નજીક લકઝરી બસ પલ્ટી ખાઈ જતા 25થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે

    આ અંગે મળતી વિગત મુહબ ખેડાના કઠલાલ ભાનેર કલોલી પાસેથી અમદાવાદ પાસિંગની લકઝરી બસ પસાર થતી હતી ત્યારે બસ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઈ જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા

(12:06 pm IST)