Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સુરતના એક જ પરિવારના પાંચ સભ્યોના રહસ્યમય મોતઃ હત્યા કે આત્મહત્યા?

ગુમ થયેલી ફેમિલીની કાર મઢી કેનલમાંથી મળી જેમાં સભ્યોની ડેડ-બોડી હતી, પણ એ પહેલાં આ ફેમિલીના તમામ મેમ્બરોના ફોન શું કામ સ્વીચઓફ હતા એની તપાસ શરૂ કરવામાં આવી છે

સુરત, તા.૧૮: ગઈ કાલે સુરત જિલ્લાના બારડોલી પાસે આવેલી મઢી કેનલમાંથી મારુતિ સુઝુકીની ઇકો કાર મળી હતી જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ પણ મળ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ કાર સાથે ડૂબી જવાથી મોત થયાનું તારણ નીકળતું હતું પણ તપાસ કરતાં ખબર પડી કે કારમાં જે ફેમિલી છે એ સુરત પાસે આવેલા વ્યારા ગામના ધર્મેશ ગામિતનો પરિવાર હતો અને ધર્મેશભાઈ છેલ્લા સોળ દિવસથી ચાર વર્ષની દીકરી, વાઇફ અને મમ્મી-પપ્પા સાથે ગાયબ છે. પોલીસ અત્યારે બે થિયરી પર કામ કરે છે. એક અનુમાન એવું બાંધવામાં આવે છે કે કારની બ્રેક ફેલ થઈ જવાથી કાર ડૂબી ગઈ હશે અને આ એક આકસ્મિક મોત હશે. ઉઘરાણીવાળાઓની ધમકીઓને ધ્યાનમાં રાખીને બીજી થિયરીમાં ધર્મેશભાઈએ સામૂહિક સુસાઇડ કર્યું હોઈ શકે તો એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:20 am IST)