Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ડો. માવજીભાઈનું અનોખુ દવાખાનુ !

એવું કહેવાય છે કે, ધંધો ગુજરાતી લોકોની નસેનસમાં ફેલાયેલો હોય છે. ધંધો કરતો કોઈપણ ગુજરાતી પોતપોતાના ધંધામાં કુશળ હોય છે. આવું જ એક ઉદાહરણ અમદાવાદના પરીમલ અન્ડરબ્રીજ હેઠળ કામ કરતા એક મોચીએ પુરૂ પાડયું છે. તે પોતાના પરંપરાગત ધંધામાં એટલી હદે પારંગત બન્યા છે કે તેમણે પોતાને 'ડોકટર' ગણ્યા છે. તેમણે ચપ્પલ, બુટ, લેપટોપ બેગ વગેરેને રીપેર કરવા માટે 'જખ્મી જૂતો કા અસ્પતાલ' ખોલી છે. જ્યાં તેઓ આ બધાની સારવાર કરે છે. તેઓ ૨૦ વર્ષથી આ ધંધામાં છે અને તેમણે આ પ્રકારનું બેનર લગાવી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. તેઓ પોતાની ઓપીડી સવારે ૯ થી સાંજે ૬ સુધી ચલાવે છે. અર્થાત આ દરમિયાન તેઓ જોડા રીપેરીંગનું કામ કરે છે. તેમણે પોતાના ધંધાને એક અનોખી ઓળખ આપી છે.

(9:51 am IST)