Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પાસના સ્નેહમિલન કર્યક્રમમાં 4 હજાર લોકોમાંથી માત્ર ચારનો વિરોધ એ સુનિયોજિત કાવતરું છે: હાર્દિક પટેલ

સુરતના અમુક યુવાનોએ શા માટે હોબાળો મચાવ્યો તેણીઓ તપાસ કરાવશે :નિખિલ સવાણી

અમદાવાદના ગોતામાં પાસનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી.અંદરોઅંદર વિવાદ થતા મામલો ગરમાયો હતો.

   આ અંગેની વિગત મુજબ એક રિસોર્ટમાં પાટીદાર અનામત આંદોલનના નેજા હેઠળ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું  જેમાં સુરતના પાટીદાર યુવાનો અને હાર્દિકના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.અલ્પેશ કથીરિયાના સમર્થકોની દલીલ હતી કે સ્નેહમિલન કાર્યક્રમના બેનરમાં હાર્દિક પટેલની તસવીર છે પણ અલ્પેશ કથીરિયાની કેમ નથી?

  આ મુદ્દે બેસીને વાત પણ થઈ હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા વિવાદ સર્જાયો હતો.વિવાદ થતાં બન્ને તરફના સમર્થકો આમનેસામને આવી ગયા હતા વાતને થાળે પાડવા હાર્દિક પટેલ પણ વચ્ચે પડ્યા હતા.

  આ ઘટનાક્રમ બાદ કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું, "આ કાર્યક્રમમાં ચાર હજાર લોકો એકઠા થયા હતા. પરંતુ સુરતથી આવેલા માત્ર ચાર યુવકોને જ તકલીફ પડી તેનો મતલબ એ છે કે આ સુનિયોજિત કાવતરું છે.હું કૉંગ્રેસમાં જોડાયો હોવા છતાં પાસ મુદ્દે નિર્ણય કેમ લઈ રહ્યો છું તેને લઈને તેમનો વિરોધ હતો.

  આ મુદ્દે પાટીદાર અનામત આંદોલનના પ્રવક્તા નિખીલ સવાણીએ કહ્યું હતું કે અમદાવાદ ખાતે પાસ દ્વારાઆયોજિત  સ્નેહમિલન કાર્યક્રમમાં સુરતના અમુક યુવાનોએ હોબાળો મચાવ્યો હતો.પરંતુ તેઓ શા માટે વિરોધ કરી રહ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવશે

(9:19 pm IST)