Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ગુજરાત : ફર્સ્ટ ટાઇમ વોટર્સ

ટોપ પાંચ લોકસભા બેઠકોમાં મતદારોમાં વધારો

અમદાવાદ, તા. ૧૭ : લોકસભાની ચૂંટણીને લઇને તખ્તો ગોઠવાઈ ચુક્યો છે ત્યારે વયગ્રુપની વાત કરવામાં આવે તો આ વખતે ૧૮થી ૧૯ વર્ષની વયના મતદારોની સંખ્યા ૭.૬૭ લાખ જેટલી નોંધાઈ ચુકી છે. મતદાર યાદીને ધ્યાનમાં લેવામાં આવે તો જાન્યુઆરી સુધીમાં ૧૮થી ૧૯ વર્ષની વયના મતદારોની સંખ્યા ઉલ્લેખનીયરીતે નોંધાઈ છે જ્યારે ૨૦થી ૨૯ વર્ષની વયના મતદારોની સંખ્યા ૯૮ લાખ જેટલી નોંધાઈ છે. ગુજરાતમાં ટોપ પાંચ લોકસભા બેઠકો ઉપર પ્રથમ વખત મતદાન કરનાર મતદારની વાત કરવામાં આવે તો ૨૦૧૯ના આંકડા મુજબ પંચમહાલમાં ૧૮થી ૧૯ વર્ષની વયના મતદારોની સંખ્યા ૩૯૨૬૧ નોંધાઈ છે જ્યારે કુલ મતદારોની સંખ્યા પંચમહાલમાં ૧૭૩૪૧૫૮ જોવા મળી છે. આવી જ રીતે વલસાડ અનુસૂચિત જનજાતિ બેઠક પર ૧૮થી ૧૯ વર્ષની વયના મતદારોની સંખ્યા ૩૩૭૩૧ છે. ૨૦૧૪ની સરખામણીમાં તેમાં વધારો નોંધાયો છે. ટોપ પાંચ એવી લોકસભા બેઠક જ્યાં પ્રથમ વખત મતદાન કરનાર મતદારોનું ચિત્ર નીચે મુજબ છે.

ફર્સ્ટ ટાઇમ વોટર (ટોપ પાંચ લોકસભા બેઠક)

મતવિસ્તાર

મતદારો

૧૮-૧૯ વર્ષ

પંચમહાલ

૧૭૩૪૧૫૮

૩૯૨૬૧

બનાસકાંઠા

૧૬૮૬૭૧૬

૩૫૭૫૬

પાટણ

૧૭૯૭૯૩૩

૩૮૦૭૦

સાબરકાંઠા

૧૭૭૮૬૮૭

૩૬૭૬૮

વલસાડ (એસટી)

૧૬૫૫૭૨૭

૩૩૭૩૧

 

(8:20 pm IST)