Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

હાર્દિક સમાજના મુદ્દા પરથી ભટકી, કોંગ્રેસનો હાથો બની જતા નારાજ લોકોમાં રોષ ફેલાયો :વરુણ પટેલ

અમદાવાદમાં પાસના સ્નેહમિલન કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાતા અનેક પાટીદાર યુવા નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે ત્યારે પાસના પૂર્વ કન્વીનર અને ભાજપના નેતા વરૂણ પટેલે કહ્યું કે, આ પહેલા પણ પાસના કેટલાએ નેતાઓ જે હાર્દિકની નીતિથી નારાજ થઈ પાસ સાથે છેડો ફાડી અલગ થઈ ગયા. હાર્દિક સમાજના મુદ્દા પરથી ભટકી, કોંગ્રેસનો હાથો બની ગયો હતો, જેથી લોકો નારાજ તો હતા જ પરંતુ હવે તેણે કોંગ્રેસનો સત્તાવાર રીતે હાથ પકડી લેતા તેની મનછા સામે આવી ગઈ છે. જેનો આ રોષ છે.

(7:56 pm IST)