Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

હાર્દિક પટેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં સભા ગજવશે :યુપી, એમપી અને રાજસ્થાનમાં પણ પ્રચાર કરશે

પાસ સુપ્રીમો હાર્દિક પટેલ 12 માર્ચે અમદાવાદમાં રાહુલ ગાંધીની હાજરીમાં  કોંગ્રેસમાં જોડાયો હતો. ત્યારે ગણતરીના દિવસોમાં જ કોંગ્રેસે તેને સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવ્યો છે.

  હાર્દિક કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં સભાઓ કરશે. ઉપરાંત તે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ચૂંટણી સભા ગજવશે.

(6:42 pm IST)