Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પરથી ગીતા પટેલને કોંગ્રેસની ટિકિટ આપવા હાર્દિક પટેલની માંગણી

અમદાવાદ ;પાસના સુપ્રીમો હાર્દિક પટેલની કોંગ્રેસમાં સત્તાવાર એન્ટ્રી થતાની સાથે જ હવે વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ પોતાના માણસોને લડાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યાં કોંગ્રેસને જીતની આશા છે એવી બેઠકો પર હાર્દિકે પોતાના નજીકના માટે ટિકિટની ડીમાન્ડ મૂકી છે.

  મળતી વિગત મુજબ ધ્રાંગધ્રામાં પરષોત્તમ સાબરીયાના રાજીનામા બાદ આ બેઠક પર પણ હાર્દિકનો ડોળો મંડાયો છે. ધ્રાંગધ્રાની બેઠક પર હાર્દિકે ગીતા પટેલને લડાવાની કોંગ્રેસ સામે માંગ મૂકી દીધી છે.

(6:41 pm IST)