Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ લીધી ગાંધી આશ્રમની મુલાકાત: એનએસજી કમાન્ડો તૈનાત

સઘન સુરક્ષા માટે અલગ અલગ સુરક્ષા એજન્સીઓએ કબજો લઇ લીધો

 

અમદાવાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવવાના છે. તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાત લેનાર છે. ત્યારે સુરક્ષામાં કોઈ કચાસ ના રહે તે માટે ગાંધી આશ્રમની સુરક્ષા સઘન બનાવી દેવાઇ છે.

ગાંધી આશ્રમ ખાતે મંગળવારની સવાર થી અલગ અલગ સુરક્ષા એજન્સીઓએ કબજો લઇ લીધો છે. વહેલી સવારે યુએસ સિક્રેટ સર્વિસના અધિકારીઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જેમાં આશ્રમમાં ક્યાંથી પ્રવેશ કરવો, કંઈ કંઈ જગ્યા પર CIA સિક્રેટ સર્વિસના અધિકારીઓ ક્યાં ઉભા રહેશે. સિવાય NSG કમાન્ડો પણ તૈનાત કરવામાં આવશે. nsg કમાન્ડો પણ ગાંધી આશ્રમ ખાતે પહોંચી ચુક્યા છે તેમના દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

 ગાંધી આશ્રમમાં ટ્રમ્પને રિવરફ્રન્ટની રોનક પણ બતાવવામાં આવશે ત્યાં એક સ્ટેજ બનાવવા આવ્યું છે. ટ્રમ્પ અમદાવાદ આવશે ત્યારે 200 જેટલા CIAના અધિકારીઓ અલગ અલગ સ્થળ પર ડિપ્લોય કરવામાં આવશે. અભેદ કિલ્લાની જેમ ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવશે.

 

(11:27 pm IST)