Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ટ્રમ્પ ભલે પધાર્યા: દિવાલ અમને નથી મંજૂર: વિરોધમાં 2 દિવસથી મહિલાની ભૂખ હડતાળ

મહિલા સામાજિક કાર્યકરના ઉપવાસ :બે દિવસથી ભૂખ હડતાળ ચાલુ

 

અમદાવાદ : અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા બનાવામાં આવેલ ગરીબીની દિવાલને ઈન્દીરાબ્રીજ સુધી બનાવવામાં આવી છે. વિદેશી મહેમાનોને સ્માર્ટ સીટીમાં ગરીબોની ઝૂંપડપટ્ટી ના દેખાય તે માટે દીવાલ બનાવામાં આવી છે. ત્યારે હવે દિવાલ બનાવવા મુદ્દે સામાજિક કાર્યકર્તાઓ વિરોધમાં ઉતર્યા છે

   એરપોર્ટથી ઈન્દીરાબ્રીજ સુધીના વિસ્તારમાં આવેલ સરણીયા વાસ કે જ્યા ગરીબો તેમની ઝુંપડપટ્ટી બાંધીને રહે છે. તેઓ વિદેશી મહેમાનોની નજરમાં આવે તે માટે દીવાલ બનાવી તેમને ઢાંકવામાં આવી રહ્યા છે. હાંસોલ ગામથી શરૂ કરવામાં આવી ગરીબીની દીવાલ છેક ઈન્દીરાબ્રીજ સુધી પહોંચી છે. 7 ફૂટ ઊંચી દીવાલ 1 કિમિના અંતરમાં બનાવામાં આવી છે. જેથી ગરીબોની દીવાલ પાછળ ઝુંપડા ઢંકાઈ જાય અને સ્માર્ટ સીટીની આબરૂ વિદેશી મહેમાન સામે બચી જાય. ત્યારે હવે મામલે સામાજિક કાર્યકર્તાઓ મેદાને આવી છે. દીવાલથી ચોમાસામાં અનેક સમસ્યાઓનો સામનો સ્થાનિકોએ કરવો પડશે. ત્યારે હવે આના વિરોધમાં કેટલીક મહિલા કાર્યકરો આવી છે.

(9:56 pm IST)