Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ગ્લોબમાસ્ટર ૩,૦૦૦ ફુટના રનવે ઉપર પણ ઉતરી શકે છે

અમદાવાદમાં ગ્લોબમાસ્ટરે ઉત્સુકતા જગાવી : ફ્લાઇટમાં ગ્લોબમાસ્ટરમાં રિફિલિંગ વ્યવસ્થા : રિપોર્ટ

નવી દિલ્હી, તા. ૧૭ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર સંપૂર્ણપણે તૈયાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કહી ચુક્યા છે કે, ટ્રમ્પ વોશિંગ્ટન ડીસીથી ૨૪મી ફેબ્રુઆરીના દિવસે સીધીરીતે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ તેઓ ભવ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. મેગા રોડ શોમાં જોડાશે. ટ્રમ્પ પહોંચે તે પહેલા વિમાનો અને ગાડીઓનો કાફલો પહોંચી રહ્યો છે. આના ભાગરુપે અમદાવાદ શહેરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલામાં વિમાન ગ્લોબ માસ્ટર જે એરફોર્સ વનનું વિમાન છે તે પહોંચી ચુક્યું છે. એરફોર્સ વન વિમાન પહોંચ્યા બાદ તેને લઇને વિમાની મથક પર ઉત્સુકતા દેખાઈ રહી છે.

    ગ્લોબ માસ્ટરની શહેરમાં ગ્રાન્ડ એન્ટ્રી થઇ છે. આ વિમાન સંરક્ષણ અને માનવતાવાદી ઓપરેશન માટે અગ્રણી પરિવહન વિમાન છે. તેની લંબાઈ ૧૭૪ ફુટની છે જ્યારે પાછળના હિસ્સેમાં લંબાઈ ૧૭૪ ફુટની છે. સિટિંગની વાત કરવામાં આવે તો ૧૦૦ જવાનો બેસી શકે છે. સેન્ટ્રલ લાઈનમાં ૪૮ વિમાનો સાઇડ વોલમાં ૫૪ની બેસવાની વ્યવસ્થા છે. આ વિમાન એક વખતની ઉંડાણમાં ૨૭૨૧૬ કિલોગ્રામ પેલોડ ઉતારી શકે છે. એન્જિનની વાત કરવામાં આવે તો વિશેષરીતે તેના એન્જિન તૈયાર કરવામાં આવે છે. પ્રમુખના એરફોર્સ વનના વિમાન સહિત બે યાત્રી વિમાન છે. બાકીના છ વિમાન સુરક્ષા અને અન્ય સાધનો સાથે હવે પહોંચનાર છે. ૨૨મી સુધી તમામ વિમાનોનો કાફલો પહોંચી જશે. આ વિમાનની વિશેષતા એ છે કે, ૩૦૦૦ ફુટના રનવે ઉપર ઉતરાણ કરી શકે છે. ફ્લાઇટમાં જ ગ્લોબમાસ્ટરમાં રિફિલિંગ થઇ શકે છે.

          અમદાવાદ એરપોર્ટ પર અમેરિકન એરફોર્સનું એક વિશાળ અને ધ્યાન ખેંચતુ હરક્યુલીસ વિમાન આવી પહોંચ્યું છે, આ વિમાનમાં ટ્રમ્પ સાથે રહેનારી ગાડીઓ અને અન્ય સામાન ઉતારવામાં આવ્યો હતો. ખાસ કરીને ટ્રમ્પની ફુલપ્રુફ સુરક્ષાથી સજ્જ હાઇટેક બ્લેક એસયુવી કાર આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.  ટ્રમ્પના કાફલામાં ગાડીઓ અને અન્ય સિક્યુરિટી જેવા કે સ્નાઇપર અને ફાયર સેફટી સીસ્ટમ અને સ્પાય કેમેરા સહિતની વસ્તુઓ વિમાનમાં લાવવામાં આવી હોવાનું મનાય છે ત્યારે હરકયુલીસ વિમાનમાં ટ્રમ્પની સુરક્ષાની કાર પણ આવી છે અને તે અમદાવાદના માર્ગો પર નજરે પડી હતી. આ બ્લેક હાઇટેક અને ફુલપ્રુફ સુરક્ષાથી સજ્જ કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી.

(8:38 pm IST)