Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

રાજ્યસભાની ચાર સીટ પૈકી કોંગી બે સીટ આંચકી શકે છે

ભાજપ એકાદ-બે બેઠક ગુમાવે તેવી નેતાઓને ચિંતા : પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં પોતાનો દબદબો જાળવવા ભાજપ તેમજ કોંગ્રેસ બંને રાજકીય કૂટનીતિ અપનાવે તેવી શક્યતા

અમદાવાદ,તા.૧૮ : ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણી આગામી તા.૨૬ માર્ચે યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં સત્તા હસ્તગત કરવા રણનીતિ ઘડવામાં જોતરાયા છે. જો કે, ભાજપ માટે આ વખતે ગુજરાતની રાજયસભાની ચૂંટણી પ્રતિષ્ઠાનો સવાલ અને કપરા ચઢાણ સમાન છે. કારણ કે ૨૦૧૪માં ભાજપ પાસે ૧૨૧ સભ્યો હતા જે હાલ ૧૦૨ છે એટલે કે, એ વખતે મેળવેલી ૩ બેઠકોમાં એકાદી બેઠક ગુમાવી પડી શકે છે. તો, કોંગ્રેસ પક્ષ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી બે બેઠકો ભાજપ પાસેથી આંચકી લે તેવી પણ શકયતા છે પરંતુ કોંગ્રેસ તેની આ મનશામાં સફળ ના થાય તે માટે ભાજપ દ્વારા ખાસ રણનીતિ ઘડાઇ રહી છે.

         ચાલુ વર્ષે ૨૦૨૦માં સાસંદોની ટર્મ પુરી થતા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ગુજરાતમાં ભાજપના ત્રણ, કોગેસના એક સાંસદની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી યોજાશે. પરંતુ, ભાજપ માટે આ વખતે કપરા ચઢાણ છે. કારણ કે, અગાઉ ૨૦૧૪માં ૧૨૧ સભ્યોથી ભાજપે ત્રણ બેઠક મેળવી હતી. આ વખતે ભાજપ પાસે ૧૦૨ સભ્યો છે, ઓછા સભ્યોને લઇ ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવે તેવી દહેશત છે. ભાજપના સભ્યોમાં ઘટાડો થતા ભાજપ બેઠક ગુમાવી શકે છે. ઓછા સભ્યોને લઇ ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવે તેની ચિંતામાં ભાજપ મોવડીમંડળ પણ સક્રિય બન્યું છે. રાજ્યસભામાં ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણીની તારીખે જાહેર થઈ છે. આગામી તા.૨૬ માર્ચે ચાર બેઠકો માટે મતદાન થવાનું છે અને તે જ દિવસે મત ગણતરી પણ હાથ ધરાશે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક રાજ્યસભા સાંસદની ટર્મ પૂર્ણ થતી હોવાથી રાજ્યસભાની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે.

      ભાજપના ચુની ગોહિલ, લાલજી વડોદીયા, શંભુપ્રસાદ ટુંિંડયાની ટર્મ ખતમ થશે. જ્યારે કોગેસના મધુસુદન મિસ્ત્રીની ટર્મ પુર્ણ થશે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યનું સંખ્યાબળ જોતા ભાજપને એક બેઠક વધારાની ગુમાવવી પડે તેમ છે. હાલ આ ૪ બેઠકમાંથી ભાજપ પાસે ૩ અને કોગ્રેસની એક બેઠક છે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ ૧૧ બેઠક છે. જેમાંથી ભાજપ પાસે ૭ અને કોંગ્રેસ પાસે ૪ બેઠક છે. હાલ કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી, અહમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવા રાજ્યસભાના સભ્ય છે. ત્યારે હવે કોંગ્રેસના ૫ાંચ સભ્યો થઇ શકે છે. જેથી આ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં દબદબો જાળવવા ભાજપ અને કોંગ્રેસ કૂટનીતિ અપનાવી શકે છે.

(8:39 pm IST)