Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

રક્ષા શકિત યુનિ.ના વિકાસ સહાયને પોલીસ ટ્રેનીંગના વડા તરીકે મુકાયા : સીબીઆઇમાંથી પરત આવેલ વી.ચંદ્રશેખરને આઇજી આયોજન અને સુધારણા વિભાગમાં પોસ્ટીંગ અપાયું

રાજકોટઃ ગૃહમંત્રાલય દ્વારા સીબીઆઇમાં ડેપ્યુટેશન ઉપર ગયેલા વી.ચંદ્રશેખર પરત આવતા આઇપીએસ લેવલે થોડા ફેરફારો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રક્ષા શકિત (ગાંધીનગર)ના ડે. ડાયરેકટર વિકાસ સહાયને પોલીસ ટ્રેનીંગ ખાતે કેડર પોસ્ટ ઉપર એડીશ્નલ ડી.જી.તરીકે  મુકવામાં આવેલ છે.

જયારે સીબીઆઇમાંથી પરત આવેલ અને પોસ્ટીંગની રાહ જોતા આઇજી કક્ષાના વી.ચંદ્રશેખરને આયોજન અને સુધારણા વિભાગના આઇજી તરીકે મુકવામાં આવ્યા છે.

આ જગ્યાનો વધારાનો હવાલો ધરાવતા આઇજીપી નરસિંહમા કોમારને વધારાના ચાર્જમાંથી મુકત કરવામા આવ્યા છે.

(7:43 pm IST)