Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ઉમરેઠ તાલુકાના ભાલેજમાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ 1.18 લાખની મતાની ઉઠાંતરી કરી તસ્કરો રફુચક્કર

ઉમરેઠ: તાલુકાના ભાલેજ ગામે આવેલા એક બંધ મકાનના નકુચા તોડીને તસ્કરો અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ ૧.૧૮ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ભાલેજ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

ચોરીની મળતી વિગતો અનુસાર ભાલેજની અમીના રેસીડેન્સીમાં રહેતા ફિરોજભાઈ અહેદમભાઈ ઠાકોર ફળોનો વેપાર કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગત ૧૪મી તારીખના રોજ સંબંધીને ત્યાં લગ્નપ્રસંગ હોય તેઓ મકાનને તાળુ મારીને ત્યાં ગયા હતા. દરમ્યાન કોઈ તસ્કરોએ ત્રાટકીને બંધ મકાનનો નકુચો તોડીને અંદર પ્રવેશ રી બધો સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો અને તિજોરી તોડીને અંદર મૂકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ ૧.૧૮ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સોમવારે સવારે ફિરોજભાઈ પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થયાનું માલુમ પડ્યું હતુ. જેથી ભાલેજ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
 

(5:08 pm IST)