Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવીને પેટલાદના રીઢા મોબાઈલ ચોરને 1.25 લાખની કિંમતના કુલ 34 મોબાઇલ સાથે ઝડપી પાડયો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે શહેરના નવા બસસ્ટેન્ડ વિસ્તારમાં વોચ ગોઠવીને પેટલાદના એક રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડીને ૧.૨૫ લાખની કિંમતના કુલ ૩૪ મોબાઈલ ફોનો ચોરનાર શખ્સને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન બીજી કેટલીક ચોરીઓ પરથી પર્દાફાશ થનાર હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

મળતી વિગતો અનુસાર મિલકત વિરૂદ્ઘના ગુનાઓ અટકાવવા માટે એલસીબી પીઆઈ હરપાલસિંહ ચૌહાણની સૂચના મુજબ શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસને હકીકત મળી હતી કે, પેટલાદ ખાતે રહેતો મહંમદઆરીફ ઉર્ફે રીજ્જુ ઉર્ફે લાલબસ ઉર્ફે મામા પોતાના સાગરિતો સાથે આણંદ, પેટલાદના બસસ્ટેન્ડ તથા રીક્ષા અને બસમાં ચઢ-ઉતર કરતા મુસાફરોની નજર ચૂકવીને તેમના મોબાઈલ ફોનો ચોરી કરી લે છે અને હાલમાં પણ તેની પ્રવૃત્તિ ચાલુ છે. તેણે ચોરેલા મોબાઈલ ફોનો વેચવા માટે તે આજે આણંદના નવા બસસ્ટેન્ડ ખાતે આવનાર છે. જેના આધારે એલસીબીની ટીમ નવા બસસ્ટેન્ડ પાસે વોચમા ગોઠવાઈ ગઈ હતી.

(5:08 pm IST)