Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સુરતના લીબાયતમાં અસામાજિક તત્વોનો આતંક:રિક્ષામાં જતા મુસાફરને ચપ્પુની અણીએ રાખી 20 હજારના ત્રણ મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી

સુરત: શહેરના ના લીંબાયત વિસ્તારમાં અસામાજીક તત્વોને પોલીસની કોઈ ધાક જ નથી. ગત મોડી રાત્રે મીઠીખાડી નારાયણનગર બ્રિજ નજીક પોલીસ પોઈન્ટથી જ થોડા અંતરે મોપેડ ઉપર હાથમાં તલવાર અને ચપ્પુ લઇ આવેલા ત્રણ અજાણ્યાએ રીક્ષામાં જતા છ મુસાફરો પૈકી ત્રણ મુસાફરોને તલવાર અને ચપ્પુ બતાવી રૂ.20,000ની કિમતના ત્રણ મોબાઈલ ફોનની લુંટ કરી હતી અને ફરાર થઈ ગયા હતા.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો વતની અને સુરતમાં ગોડાદરા નહેર ગીતાંજલી સ્કુલ પાસે શિવપાર્ક સોસાયટી ઘર નં.156,157માં રહેતો 19 વર્ષીય જીતેન્દ્ર પારસમલ સોલંકી રીંગરોડ ઋષભ માર્કેટમાં એક દુકાનમાં નોકરી કરે છે. ગત રાત્રે નોકરી પૂરી કરી નવ વાગ્યાના અરસામાં તે રઘુકુળ માર્કેટથી રીક્ષામાં ઘરે જવા નીકળ્યો હતો. 

(5:07 pm IST)