Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે ફેક્ટરીઓનું પાણી જમીનમાં છોડતા ફેકટરીના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ થતા વધુ તપાસ હાથ ધરાઈ

ગાંધીનગર: જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ખેતીની જમીન ઉપર ગેરકાયદેસર રીતે ફેકટરીઓ ધમધમવા લાગી છે અને પ્રદુષિત પદાર્થોની સાથે પાણી પણ જમીનમાં છોડતી હોય છે ત્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ફીરોજપુર ગામની સીમમાં આવેલી ગાયત્રી એન્ટરપ્રાઈઝના સંચાલકો સામે પર્યાવરણને નુકશાન અંગેની ફરિયાદ ડભોડા પોલીસ મથકમાં આપવામાં આવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

ઔદ્યોગિક વિસ્તાર સિવાય હવે ખેતી લાયક જમીનોમાં પણ ગેરકાયદેસર રીતે ફેકટરીઓ ધમધમી રહી છે અને તેના કારણે આસપાસના ખેતીલાયક વિસ્તારને પણ પ્રદુષિત કરી રહી છે. જિલ્લાની દહેગામ, છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાં પણ ઘણી કંપનીઓ પ્રદુષિત પદાર્થો અને પર્યાવરણને નુકશાન કરતાં તત્ત્વો જાહેરમાં જ નિકાલ કરતી હોય છે જેના કારણે આસપાસની ખેતીલાયક જમીનને નુકશાન કરતી હોય છે. 

(5:07 pm IST)