Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

કપડવંજ નજીક મુવાડામાં યુવતી આપેલ ઠપકાથી ઉશ્કેરાયેલ શખ્સે લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

કપડવંજ: શહેરના રામજીના મુવાડા નિરમાલી ખાતે  રહેતા  કિરણભાઇ ચૌહાણ  કાકુશી ઝાલાના ખેતરમાંથી ટ્રેકટર  લઇ પસાર થતા હતા.જેથી કાકુશી ઝાલાની દિકરી ઉર્વશીએ કિરણભાઇને ઠપકો આપ્યો હતો.જેની રીષ રાખી થોડીવાર બાદ જીતેન્દ્રભાઇ ભલાભાઇ ચૌહાણ,કિરણભાઇ પૂનમભાઇ ચૌહાણ,શિલ્પાબેન જીતુભાઇ ચૌહાણ અને બાલુબેન ભલાભાઇ ચૌહાણ કાકુશી ઝાલાના ઘરે ગયા હતા.જ્યા ઘરમાં ઉર્વશી સાથે ઝઘડો કરી અપશબ્દો બોલ્યા હતા.એટલાથી ન અટકતા બાલુબેને ઉર્વશીબેનને લાફો  મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે  કાકુશી પ્રતાપસિંહ ઝાલા રહે,રામજીના મુવાડા નિરમાલીએ કપડવંજ રૂરલ પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:05 pm IST)