Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

નાંદોદ તાલુકાના કુંવરપુરા સિત કેન્દ્ર પાછળના ખેતરમાં ફરતો દીપડાનો આખરે પાંજરે પુરાતા લોકોમાં રાહત

છેલ્લા ત્રણેક દિવસથી આ વિસ્તારમાં દેખા દેતા દીપડાથી આસપાસના ગ્રામજનો ફફડતા હોય વન વિભાગે પાંજરું ગોઠવતા આખરે પાંજરે પુરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અનેક ગામોમાં અવાર નવાર દીપડા ફરતા જોવા મળે છે જેના કારણે લોકો ફફળી રહ્યા હોય ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે છે અને જ્યારે દીપડા પાંજરામાં કેદ થાય ત્યારે સ્થાનિકો રાહતનો શ્વાસ લેતા હોય છે.

 હાલ છેલ્લા ત્રણેક દિવસથી નાંદોદ તાલુકાના કુવરપુરા પાસે આવેલા સિત કેન્દ્ર પાછળ ના ખેતરમાં એક દીપડો ફરતો જોઈ સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે આ બાબતે પરેશભાઈ પટેલ ની ફરિયાદ બાદ RFO સોનજીભાઈ તડવીના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર અક્ષય પંડ્યા તથા બીટગાર્ડ રાજેન્દ્રસિંહ જાદવ અને ટીમે ત્યાં પાંજરું ગોઠવ્યું હતું જેમાં આજે સવારે દીપડો ખોરાકની લાલચમાં આવતા આ પાંજરામાં કેદ થતા સ્થાનિક લોકોએ રાહત મેળવી હતી.

(4:26 pm IST)