Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

અમદાવાદ એરપોર્ટ પર બેંગલુરૂ જતી ગો એરની ફલાઈટમાં આગઃ મુસાફરોનો ચમત્કારીક બચાવ

અમદાવાદ,તા.૧૮: એરપોર્ટ પર અમદાવાદથી બેંગલુરૂ જતી ગો એરની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગનો બનાવ સામાન્ય હોવાથી તરત કાબૂમાં આવી ગઇ હતી. આ ઘટનામાં મુસાફરોને કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદથી બેંગલુરૂ જઈ રહેલી ગો એરની ફલાઇટ નંબર ઞ્૮ ૮૦૨ રનવે પર ઉભુ હતું ત્યારે ટેકિનકલ ખામીના લીધે આગ લાગી હતી. ગો એર અનુસાર ફોરેન ઓબ્જેકટ ડેમેજ (FOD) ને કારણે આગ લાગી હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

ગો એરનો પ્રવકતાએ કહ્યું કે, મુસાફરોને સલામત રીતે પ્લેનમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા તેમજ તેઓ માટે અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આગના બનાવ બાદ રનવે બંધ કરી દેવાયો હતો.

ગો એરના સંચાલકોએ આગ લાગી હોવાનું કબુલ્યું હતું અને માફી માંગી હતી. આ મામલે ડીજીસીએ દ્વારા ગો એર પાસે જવાબ માંગવામાં આવ્યો છે. હવે આ મામલે ગો એર એરલાઇન્સ અને સત્તાધીશો સામે પગલા લેવાઈ શકે છે. આ ઘટના અંગે ગો એરના ટ્વિટર એકાઉન્ટ પર પણ માફી માંગવામાં આવી હતી.

(3:30 pm IST)