Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

કૃષિ ક્ષેત્રે આગામી વર્ષોમાં ૨૫ લાખ કરોડ ખર્ચ કરાશેઃ રામનાથ કોવિંદ

સંઘ પ્રદેશ દમણ- દાદરાની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ

દમણઃ ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબુત કરવા ભારત સરકાર ખુબ જ પ્રયાસો કરી રહી છે. આગામી વર્ષોમાં કૃષી ક્ષેત્ર ઉપર ૨૫ લાખ કરોડ ખર્ચ કરાશે તેમ દમણ પધારેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જનસભાને સંબોધનમાં જણાવેલ.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંઘ પ્રદેશ દમણના પ્રવાસેમ આવેલ. રાષ્ટ્રપતિને દમણ- દીવ- દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આવકારેલ. રાષ્ટ્રપતિએ પણ રસ્તામાં કારમાંથી ઉતરી લોકોનું અંભિવાદન ઝીલ્યુ હતુ. તેઓ કોસ્ટગાર્ડથી કાર મારફત સ્વામી વિવેકાનંદ સ્ટેડીયમ પહોંચ્યા હતા.

દમણ- દીવના સાંસદ લાલુભાઈ પટેલ, સાંસદ મોહન ડેલકરે તેમનું સ્વાગત કરેલ. ત્યારબાદ જીલ્લા પંચાયત સભ્યો, નગરપાલીકાના સભ્યો, હોટલ એસોસીએશન દ્વારા પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત કરાયું હતું.

(3:29 pm IST)