Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

અમદાવાદઃ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મીડિયા એસોસિએટ ચેમ્પિયનઃ ઈલેકટ્રોનિક મીડિયા રનર્સઅપ

ગુજરાત મીડિયા કલબ–ઈન્ડિયન ઓઈલ દ્રારા આયોજિત ક્રિકેટ ટ્રોફીને જબ્બર પ્રતિસાદઃ સતત ૧૫માં વર્ષે ટૂર્નામેન્ટનું સફળ આયોજનઃ પત્રકારીત્વની સાથે સાથે ક્રિકેટમાં કૌવત દાખવનારા અનેક પત્રકારોને નવાજાયા

રાજકોટ, તા.૧૮: અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત મીડિયા કલબ–ઈન્ડિયન ઓઈલ ક્રિકેટ ટ્રોફી–૨૦૨૦નું આયોજન કરાયું હતું. દર વર્ષે ગુજરાત મીડિયા કલબ અને ઈન્ડિયન ઓઈલ દ્રારા સંયુકત રીતે આયોજિત કરવામાં આવતી આ ટૂર્નામેન્ટમાં આ વખતે પ્રિન્ટ ઈંગ્લીશ પ્રિન્ટ લેન્ગવેજ, ઈલેકટ્રોનિક મીડિયા અને મીડિયા એસોસિએટની ટીમના મુકાબલા થયા હતા જેમાં મીડિયા એસોસિએટની ટીમ ચેમ્પિયન બની હતી ત્યારે ઈલેકટ્રોનિક મીડિયા રનર્સઅપ બની હતી.

ટૂર્નામેન્ટના મેન ઓફ ધ સિરીઝ તરીકે ઈલેકટ્રોનિક મીડિયાના બેટસમેન કાનજી દેસાઈની પસંદગી કરવામાં આવી હતી. મેન ઓફ ધ મેચ તરીકે ભાવિન રાડિયાને નવાજવામાં આવ્યા હતા. બેસ્ટ ફિલ્ડર તરીકે મીડિયા એસોસિએટના હેતલ રાવલને, બેસ્ટ બેટસમેનનો એવોર્ડ ઈલેકટ્રોનિક મીડિયાના ચિત શાહ અને બેસ્ટ બોલર તરીકે મીડિયા એસોસિએટના વીકી શાહને ઈનામ મળ્યું હતું.

આ તમામ વિજેતાઓને સન્માનિત કરવા માટે ટૂર્નામેન્ટમાં ઉપસ્થિત રહેલા ઈન્ડિયન ઓઈલ–ગુજરાતના એકિઝકયુટિવ ડાયરેકટર એસ.એસ.લાંબાએ પોતાના વકતવ્યમાં કહ્યું કે પાછલા ૧૫ વર્ષથી ચાલી આવતી ગુજરાત મીડિયા કલબ અને ઈન્ડિયન ઓઈલ સાથે આગળ પણ આવો જ સંબધં યથાવત રહેશે અને જે ભાવના સાથે મીડિયા ગ્રુપના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે તે આવનારા વર્ષેામાં પણ યથાવત જ રહેશે. એસ.એસ.લાંબાએ કહ્યું કે મીડિયા અને ઈન્ડિયન ઓઈલ બન્ને કોઈને કોઈ રીતે સમાજની સેવામાં લાગેલા છે એટલા માટે બન્નેનું આ એસોસિએશન વધુ મહત્ત્વનું બની જાય છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત પ્રિન્ટ ઈંગ્લીશ અને મીડિયા એસોસિએટની ટીમ વચ્ચેના મેચ સાથે થઈ હતી જેના ટોસ માટે ઈન્ડિયન ઓઈલ ગુજરાતના સીજીએમ સંજીબ બહરા અને સેલિબ્રિટી ફિટનેસ કોચ સપના વ્યાસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રિન્ટ લેંગ્વેજ અને ઈલેકટ્રોનિક મીડિયા વચ્ચે રમાયેલી બીજી મેચમાં ટોસ માટે ઉપસ્થિત રહેલા સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર જુ દેસાઈ અને ફાઈનલ મેચની ટોસ ગુજરાત મીડિયા કલબના પૂર્વ જનરલ સેક્રેટરી હરિત મહેતા દ્રારા ઉછાળવામાં આવ્યો હતો. પાછલા ૧૫ વર્ષથી આયોજિત થતી આ મીડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટને આ વર્ષે પણ જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો.

(11:57 am IST)