Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગાંધીનગર નજીક પુરપાટ ઝડપે જતી ટ્રકે ત્રણ બાઇક્સવારને હડફેટે લીધા: એકનું કમકમાટીભર્યું મોત

ગાંધીનગર: શહેર નજીક ઉવારસદ પાસે બાઈકસવાર ત્રણ વ્યક્તિઓને બેફામ જતી ટ્રકે અડફેટે લીધા હતા જે પૈકી બાઈક ચાલક યુવાનનું મોત નીપજયું હતું. સોનીપુર ગામેથી આ ત્રણેય વ્યક્તિઓ ઉવારસદ ખાતે જાનમાં જઈ રહયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૂ કરી છે.  

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં સીસીટીવી સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હોવા છતાં હીટ એન્ડ રનની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે. ગાંધીનગર તાલુકાના સોનીપુર ગામમાં રહેતા કમલેશજી રમેશજી ઠાકોર, દીપકજી બાબુજી ઠાકોર અને તેમનો આઠ વર્ષનો ભત્રીજો અંકિત ગઈકાલે સવારના સમયે સોનીપુરથી જાનમાં તારાપુર જવા માટે નીકળ્યા હતા.

(5:59 pm IST)