Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

વડોદરાના સોમાતળાવ બ્રિજ પાસે માતા સાથે રસ્તો ઓળંગતી કિશોરીનું બાઈકની હડફેટે મોત

વડોદરા:શહેરના સોમાતળાવ બ્રિજ પાસે આવેલા મોલમાં માતા સાથે ખરીદી કરીને ઘરે જવા માટે રોડ ક્રોસ કરતી કિશોરીને પુરઝડપે આવેલા એક બાઈકચાલકે અડફેટે લઈ અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં કિશોરી તેમજ બાઈકચાલક યુવક બંને જણા હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા જે પૈકી કિશોરનું સારવાર મળે તે અગાઉ મોત નીપજ્યું હતુ જયારે બાઈકચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

તરસાલીના વિશાલનગરમાં પત્ની અને  પુત્રી સાથે રહેતા ૬૦ વર્ષીય ઘનશ્યામભાઈ રોહીદાસ માકુણે રિક્ષા ડ્રાઈવીંગ કરે છે. તેમની બે પુત્રીઓ પૈકીની નાની પુત્રી ૧૬ વર્ષીય પ્રભા ધો.૧૦ સુધીનો અભ્યાસ કર્યા બાદ હાલમાં તરસાલી આઈ.ટી.આઈ.માં બ્યુટીપાર્લરનો કોર્સ કરતી હતી. ગઈ કાલે સાંજે ઘનશ્યામભાઈ તેમની પત્ની અને પુત્રી પ્રભા સાથે ઘરવખરી ખરીદવા માટે દંતેશ્વર વિસ્તારમાં આવેલા મોલમાં ગયા હતા. તેમણે રિક્ષા મોલની સામે સોમાતળાવ બ્રિજથી તરસલી તરફ જતા રોડ પર અમરશ્રધ્ધા સોસાયટી પાસે પાર્ક કરી હતી અને તે રિક્ષામાં જ બેઠા હતા જયારે તેમની પત્ની અને પુત્રી  મોલમાં ખરીદી કરવા માટે ગયા હતા.

 

(5:58 pm IST)