Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક: લૂંટના આરોપીને પકડવા ગયેલ પોલીસ પર જીવલેણ હુમલો

અમદાવાદ: શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી. ઇસનપુરમાં લૂંટના આરોપીને પકડવા ગયેલા ગયેલી પોલીસ પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. કોન્સ્ટેબલને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે આરોપી પણ ઘાયલ થયો હતો.

ગઇકાલે વહેલી સવારે એક યુવકને ચાર શખ્સોએ મારમારીને લૂુંટી લીધો હતો આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે આજે સાંજે આસિફ ઉર્ફે કાણીયા નામનો આરોપીને પકડવા માટે પોલીસ પહોચી હતી. મિલ્લતનગર વિસ્તારમાં આરોપીએ કોન્સ્ટેબલ સુરેશભાઇ અને પીએસઆઇ ભરવાડ ઉપર અસ્ત્રાથી મોંઢા પર હુમલો કર્યા બાદ આરોપીને પકડવા વિસ્તારમાં ફિલ્મી દ્વશ્યો સર્જાયા હતા. આ હુમલામાં કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘવાતા સારવાર માટે ખસેડવામા આવ્યો છે. તેમજ ઝપાઝપીમાં આરોપી પણ ઘાયલ થયો હતો.

(5:49 pm IST)