Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ

૧૯મી ફેબ્રુઆરીએ લેખાનુંદાન રજુ કરાશે : આજે ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ અપાયા બાદ સમગ્ર દિન માટે ગૃહ મોકુફ થશે

અમદાવાદ,તા. ૧૭ : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. આ બજેટ સત્ર દરમિયાન જુદા જુદા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે બજેટ પણ રજુ કરવામાં આવનાર છે. બજેટ સત્ર દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ ચર્ચામાં હાથ ધરવામાં આવશે. મળેલી માહિતી મુજબ પહેલા દિવસે એટલે કે ૧૮મી ફેબ્રુઆરીના દિવસે રાજ્યપાલ ઓપી કોહલીનું અભિભાષણ થશે. ત્યારબાદ ગૃહમાં ૧૪ પ્રસ્તાવ રજુ કરવામાં આવશે. શોક પ્રસ્તાવમાં ગયા મહિનાઓમાં સ્વર્ગસ્થ નેતાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઉપરાંત હાલમાં જ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં કરાયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. શ્રદ્ધાંજલિ બાદ આવતીકાલે સોમવારના દિવસે ગૃહની કાર્યવાહી મોકુફ કરી દેવામાં આવશે. વિધાનસભામાં પ્રથમ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. વિધાનસભાની સલાહકાર સમિતિની બેઠકમાં આ નિર્ણય પહેલાથી જ કરવામાં આવી ચુક્યો છે. બેઠક બાદ વિજય રુપાણી કહી ચુક્યા છે કે આ આતંકવાદી હુમલો વખોડવાપાત્ર છે. રૂપાણી એમ પણ કહી ચુક્યા છે કે જવાનોના બલિદાનને વ્યર્થ જવા દેવામાં આવશે નહીં. લોકસભાની ચુંટણી નજીક આવી પહોંચી છે ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયા બાદ ૧૯મી ફેબ્રુઆરીના દિવસે ગુજરાતનું લેખાનુંદાન રજુ કરવામાં આવશે. લોકસભા ચુંટણીને ધ્યાનમાં લઈને કેટલીક નવી પહેલો કરવામાં આવી શકે છે. ખાસ કરીને રોજગારી અને ખેડુતોના સંદર્ભમાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી શકે છે. બજેટ સત્ર શરૂ થયા બાદ તમામની નજર ગુજરાતના બજેટ પર કેન્દ્રિત રહેશે. જુદા જુદા રાજ્યોમાં હાલ બજેટ રજુ કરાયા છે જેમાં લોકસભા ચુંટણીનો પડછાયો દેખાયો છે.

 

 

 

(9:38 pm IST)