Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

સુરતમાં વધુ એક પીઆઇ પટેલ સસ્પેન્ડ

સુરતમાં વધુ એક પીઆઇ પટેલ સસ્પેન્ડ

સુરતઃ સુરતમાં જાણે પોલીસ માટે કપરો સમય ચાલતો હોય તેમ ઉપર-ઉપર ત્રીજા પીઆઇ પટેલને સસ્પેન્ડ કરાયાનું બહાર આવેલ છે.

સુરતઃ કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર વી.કે. પટેલને શનિવારે સાંજે સસ્પેન્ડ કરાયા હતા. એ સાથે સુરત પોલીસમાં બીજા પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ થયા છે. આ અગાઉ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. નકુમને સસ્પેન્ડ કર્યા હતા.

પોલીસ કમિશનર તરીકેના સતીશ શર્માના દોઢ વર્ષના કાર્યકાળમાં સામાન્ય સંજોગોમાં કોઈને પણ સસ્પેન્ડ કરવાની વાત બનતી ન હતી પરંતુ પોઈ નકુમ વિરુદ્ધ એક ડઝન જેટલી ઇન્ક્વાયરી ચાલતી હતી. વળી, પોતાના કાર લઈ નકુમ બીઆરટીએસમાં ચલાવતા હતા તે વીડિયો વાઇરલ થયો તે ઘટનાને ધ્યાને લઈ થોડા દિવસ પૂર્વે તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા. જે દોઢ વર્ષમાં સસ્પેન્ડ થનારા પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર હતા.

દરમિયાન શનિવારે સાંજે પોલીસ કમિશનર સતીશ શર્માએ કાપોદ્રાના પોઈ વી.કે. પટેલને સસ્પેન્ડ કર્યા છે. થોડા દિવસો પૂર્વે કાપોદ્રા વિસ્તારમાં ડીજી વિજિલન્સની ટીમે દારૂ અંગે દરોડો પાડ્યો હતો. તે વખતે મોટી માત્રામાં દારૂ કબજે કરાયો હતો. આ કેસને ધ્યાને લઈ પોલીસ કમિશનરે તપાસનો આદેશ કર્યો હતો. તપાસના અંતે આખરે શનિવારે સાંજે કાપોદ્રા પોઈ વી.કે. પટેલને સસ્પેન્ડ કરી તેમની જગ્યાએ એન.ડી.સોલંકીની નિમણૂક કરી હતી.

(11:02 pm IST)
  • સાઉદી અરેબિયામાં મહિલાઓ હવે પોતાના પતિ અથવા કોઈપણ પુરુષ સંબંધીની પરવાનગી વિના પોતાનો બિઝનેસ શરૂ કરી શકશે. સાઉદી સરકારે પાછલા ગુરુવારે પોતાના નિયોમાં ફેરફાર કર્યો છે. કોઈપણ પ્રકારના બિઝનેસ પ્રાઈવેટ સેકટર અંતર્ગત આવે છે અને તેનું ચલણ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યું છે. access_time 12:02 am IST

  • ટીમ ઇન્ડીયાએ સાઉથ આફ્રિકાને જોહાનિસબર્ગનાં વાંડરર્સ સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટી-20 મેચમાં 28 રન સાથે કારમો પરાજય આપ્યો છે. આ સાથે જ વિરાટ બ્રિગેડે ત્રણ મેચોની આ ટી-20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી. ટીમ ઇન્ડીયાનાં માટે ભુવનેશ્વર કુમારે 4 ઓવરની બેટિંગ સાથે 24 રન આપીને 5 વિકેટ હાંસલ કરી હતી. access_time 11:50 pm IST

  • કંડલા પોર્ટ પર ઘટી એસીડ સ્ટોરેજ ટેન્કમાં દુર્ઘટના : હજ્જારો લીટર એસીડ રોડ પર વહ્યું : ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો : જાન-માલની નુકશાનીના કોઈ સમાચાર નથી. access_time 5:48 pm IST